



હાલમાં દીવાળીનાં તહેવાર અનુસંધાને જીલ્લામાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી
કાઢવા માટે સુચના આપેલ હોય જે સુચના આધારે ગત તા.૨૭/૧૦/૨૦૨૧ ના રોજ પો.સ.ઇ શ્રી વી.એ.રાણા વાગરા પો.સ્ટે.
નાઓના માગગદશગન હેઠળ વાગરા પોલીસ સ્ટાફના માણસો પખાજણ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તેદરમ્યાન ખાનગી
બાતમીદાર થી બાતમી મળેલ કેએક કાળા કલરનુ હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મો.સા. નં.UP-85-K-4018 ની શંકાસ્પદ મો.સા.
સાથે બે ઇસમો ખોજબલ ગામે થી સડથલા રોડ તરફ આવે છે જેથી સડથલા ગામના વળાક પાસે પો.સ્ટાફના માણસો વોચ
માં રહી બાતમી વાળી મો.સા. આવતા તેને રોકી મો.સા. બાબતે ઇસમોની પુછ પરછ કરતા કોઇ હકીકત જણાવતા ન હોય
જેથી સદર ઇસમોની અંગ ઝડતી કરતા સદર ઇસમો પાસે ૧૧ જેટલા આધાર પુરાવા/બીલ વગરના શંકાસ્પદ મોબાઇલ
મળેલ હોય જેથી સદર ઇસમોને તથા મો.સા. તથા તમામ મોબાઇલ C.R.P.C -૧૦૨ મુજબ વધુ તપાસ અથે કબજે કરેલ છે
તેમજ સદર કબજે કરેલ મો.સા. ના રજી. નંબરને પોકેટકોપમાં સચગ કરી મો.સા. માલીક નુ નામ સરનામા મેળવી પકડાયેલ
આરોપીઓ પાસે વાહન માલીક બાબતે પુછપરછ કરતા આરોપીઓ કોઇ સંતોષકારક જવાબ ન આપતા હોય જેથી યુક્તિ
પ્રયુક્તિ થી પુછપરછ કરતા આરોપીઓએ સદર મો.સા. દહેજ પો.સ્ટે ધવસ્તારના વડદલા ગામેથી ચોરી કરેલ હોવાનું જાણાવેલ.
જેથી મો.સા. બાબતે દહેજ પો.સ્ટે તપાસ કરતા દહજે પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૨૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મજુ બનો ગુનો
દાખલ થયેલ હોય જેથી પકડાયેલ આરોપીઓને તથા પકડાયેલ મુદ્દામાલ નો કબજો દહેજ પો.સ્ટે સોપવા તજવીજ રાખેલ
તેમજ આરોપીઓ પાસેથી કબજે કરેલ મોબાઇલ દહેજ પો.સ્ટે ધવસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. તદ્દઉપરાંત તપાસ
દરમ્યાન વધુ ૦૨ ચોરી કરેલ મોબાઇલ કબજે કરવામાં આવેલ. એમ મો.સા.કી.રૂ.આ ૧૨,૦૦૦/- તથા જુદી-જુદી કંપનીનાં
મોબાઇલ નંગ ૧૩ કી.રૂ. ૪૮,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી