



વાલિયા પોલીસે બે અલગ અલગ ગામોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો .અન્ય એક મહિલા સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.બન્ને બનાવમાં કાયદેસર પ્રોહીબિશનનો ગુન્હા નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાલિયા તાલુકાનાં વાગલખોડ ગામમાં રહેતી મહિલા બુટલેગર મીનાબેન રણજીત વસાવા મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા .પોલીસે સ્થળ પરથી 204 નંગ બોટલ કબ્જે કરી 40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જો કે પોલીસના દરોડા દરમિયાન મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી. પોલીસે તેના વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ કરી તપાસ હાથ ધરી છે. અન્ય ડહેલી ગામના ઘંટી ફળિયામાં રહેતો બુટલેગર રાજુ ભૂપત વસાવા અને તેનો પુત્ર હરેશ વસાવા મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 47નંગ બોટલ મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગર રાજુ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી