



અંકલેશ્વર નગર પાલિકાએ દિવાળીનો પર્વને ધ્યાનમાં રાખી હસ્તી તળાવ વિસ્તારથી સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આજથી દિવાળીનો પર્વને ધ્યાનમાં રાખી વિવિધ વિસ્તારોમા સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું છે. હસ્તી તળાવ વિસ્તારથી સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું છે.
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈના અભાવે અસહ્ય ગંદકીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે મોડે મોડે ઊંઘમાંથી જાગેલા નગરપાલિકા તંત્રે આજરોજ સાફ-સફાઈનું મુહૂર્ત કઢાવ્યું હોય તે રીતે આજથી દિવાળી પર્વને ધ્યાનમાં રાખી સફાઈ શરૂ કરી છે.
નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને કારોબારી ચેરમેન સંદીપ પટેલની સૂચનાથી અધિકારીઓએ જેસીબી મશીન થકી અંકલેશ્વરના હસ્તી તળાવ અને ઓમ ટાવર શોપિંગની બાજુમાંથી ગંદકીનું સાફ-સફાઈ કરી સ્વચ્છતા કેળવવા સાથે ડી.ડી.ટી પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જે બાદ શહેરના વિવિધ વોર્ડ અને સોસાયટી વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં આવશે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી