Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર અંકલેશ્વર પાસે ટ્રાફિકજામના પગલે વાહનોની લાંબી કતારો લાગી, વાહનો ચાલકો કલાકો સુધી ફસાયા

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ભરુચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારોને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
ભરુચ નેશનલ હાઇવે ટ્રાફિકજામની સ્થિતિને પગલે પ્રખ્યાત છે. પહેલા બિસ્માર સરદાર બ્રિજને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. જે બાદ કરોડાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવ્યાં બાદ આંશિક રીતે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થયો હતો. જોકે, હાલ ચોમાસાની સિઝનમાં ખાબકેલા ભારે વરસાદને પગલે હાઇવે બિસ્માર થતાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી ફરી ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે.
આગામી દિવસોમાં દિવાળી તહેવારને લઈ હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું છે. જેને પગલે હાલ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. અંકલેશ્વર પાસે ભરુચ-સુરત ટ્રેક પર આજે બુધવારે ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો કલાકો સુધી ભારે ટ્રાફિકજામ ફસાઈ ગયા હતા. જેથી વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

બયુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ જિલ્લાની તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વાલીઓ પાસે મતદાન કરાવવા સંકલ્પ લીધો

bharuchexpress

આજરોજ મરહુમ અહેમદભાઈ પટેલ ની દીકરી મુમતાજ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ઉજવણી કરવામાં આવી

bharuchexpress

કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટસર્કિટથી શેરડી બળીને ખાખ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़