Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ : નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ

ભરૂચની નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે જ કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર, આજરોજ સવારે ભરૂચની નર્મદા ચોકડી કે જ્યાં CNG પંપ આવેલ છે જેમાં એક ફોર વ્હીલ ગાડી રીફીલિંગ માટે આવી હતી તેમાં રીફીલિંગ કરતી વેળાએ ટેન્કમાં એકાએક બ્લાસ્ટ થયો હતો અને હોન્ડાની કાર નંબર GJ 01 RX 3964 ના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. પરંતુ CNG રીફીલિંગ દરમિયાન કોઈને ગાડીમાં બેસવાની પરવાનગી નથી આપવામાં આવતી તે તકેદારીને કારણે સદનસીબે કોઈનો જીવ જોખમયો ન હતો અને પંપ પર પણ કોઈ પ્રકારનું આર્થિક નુકશાન થયું ન હતું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી

Related posts

પંજાબમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા રેલી નું આયોજન થયું.

bharuchexpress

આ ત્રણ મહત્વના મુદ્દાઓ પર ભાજપ તૈયાર કરી રહ્યું છે હિસાબ, આ છે પાર્ટીની ‘મિશન ચૂંટણી’ની તૈયારી

bharuchexpress

કોરોના રસીકરણ ના ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થવા બદલ ભરૂચ પોલીસ દ્વારા આરોગ્ય કર્મીઓ નું સન્માન કરાયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़