



અંકલેશ્વર, પનોલી અને ઝઘડિયા જી.આઈ.ડી.સીમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે વાલિયા તાલુકાના કેટલાક ગામોની સીમમાં હવે અત્યંત જ્વલનશીલ કેમિકલનો નિકાલ કરવા ઉદ્યોગકારો બેફામ બન્યા છે.
આવો જ બનાવ વાલિયા તાલુકાના ચંદેરીયા ગામમાં બન્યો છે. કે અજાણી કંપનીના લોકો એ 22મી ઓક્ટોબરના રોજ કેમિકલનો જથ્થો ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાં ખાલી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ જવાબદાર ઉદ્યોગ સામે પગલાં ભરવા સાથે જી.પી.સી.બી પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ