નર્મદા જીલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી 8.5 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણ ના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર નવી સીઝન માટે શરુઆત કરાઈ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ,વા.ચેરમેન અજયસિંહ પરમાર,એમડી નરેન્દ્ર પટેલ અને તમામ ડીરેકટરો સાથે સ્વામિનારાયણ સંતો,સુગર ફેક્ટરીની સમગ્ર ટીમ અને ખેડુતોએ પૂજા કરીને ફેકટરીમાં નવી સિઝન માટે પિલાણની શરૂઆત કરી હતી.
નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે 8.5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનું લક્ષ્યાંક છે.ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળે સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો પ્રયાસ છે. આ સાથે ખેડૂતો ટેકનોલોજી સાથે અદ્યતન ખેતી કરે એવા સતત પ્રયાસો કરીએ છે.નર્મદા સુગરમાં શેરડીના વજન થી લઈને ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન થાય છે.એકદમ પારદર્શક વહીવટ થી નર્મદા સુગર આગળ વધી રહી છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ