Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચની પ્રાર્થના સ્કૂલમાં અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટે મીલ્ટ્રી અવેરનેસ કેમ્પનું આયોજન કર્યુ

ભરૂચમાં અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સ્કૂલ ખાતે બાળકોને ભારતીય સેના વિશે જાણકારી મળે તે હેતુથી મીલ્ટ્રી અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના સીઈઓ અનુરાગ દુબે, એસઆઈઓ અંજના મેડમ, જેઆઈઓ રેનુકા વસાવા, જેઆઈઓ આરતી ગોહિલ, જેઆઈઓ ક્રિસીલા પટેલના નેતૃત્વ હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિનિયર કેડરમાં પ્રાર્થના સ્કૂલના મિતેશ ગોહિલ, કૃપા પટેલ એસેન્ટ સ્કુલના અદિતિ રાય, ઉત્કર્ષ મિશ્રા લિટલ સ્ટાર સ્કૂલના શિતલ સીસોદીયા, સુમિત યાદવે પ્રારંભમાં ખુબ સુંદર પરેડનું પ્રદર્શન કર્યુ હતું અને મુખ્ય મહેમાનોને સલામી આપી આવકાર્યા હતા.
આ પ્રસંગે શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર ટીમ દ્વારા મહિલાઓ પર થતાં અત્યાચાર, હિંસા તેની રોકથામ અને મહિલા સુરક્ષા અંગેની જાણકારી આપી હતી. જ્યારે ડિએસએલએના એડવોકેટ અનુરાધા મેડમ તથા મુનાફ ભાટી દ્વારા પોસ્કો એક્ટના પ્રાવધાન અને સજા અંગેની કાયદામાં જોગવાઈ વિશે માહિતી આપી હતી. ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108ની મેડિકલ ટીમ અકસ્માતનાં સમયે કેવી રીતે મદદરૂપ થાય છે અને કયા સાધનોનો બચાવ માટે ઉપયોગ કરે છે તેની વિશેષ જાણકારી આપી હતી.
અમદાવાદ સ્થિત રેસક્યૂ ફાઉન્ડેશનના મહેશભાઈ તથા તેમની ટીમ દ્વારા સાપની વિવિધ જાતોના ફોટો બતાવી તેની ઓળખ આપી હતી. સાથે ડોમેસ્ટિક અને વાઈલ્ડ લાઈફના એનિમલને રેસક્યૂ કરવા અંગેની જાણકારી આપી હતી. સુરત સ્થિત બી ફૌજી ઓર્ગેનાઈઝેશન દ્વારા સુંદર પરેડનું પ્રદર્શન કરાયું હતું અને ભારતીય સેનામાં જોડાવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે 25 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવનારા જયેન્દ્રસિંહ રાજ સાહેબ, ગોહિલ સાહેબ તથા અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પ્રકાશ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ વિક્કી રાજપુત, પ્રાર્થના સ્કૂલના આચાર્ય રમેશભાઈ હાજર રહ્યા હતાં.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાં પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું

bharuchexpress

અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યા

bharuchexpress

પંચાયતે સ્વભંડોળમાંથી બનેલી સંરક્ષણ દીવાલ તોડતા ફરિયાદ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़