અંકલેશ્વર સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિયૂટ અંકલેશ્વર ખાતે ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાનોલી ની એફ.એમ.સી કેમિનોવા ઇન્ડિયા લિમિટેડ દ્વારા અંદાજે 23 લાખ ના અનુદાન થી પ્લાન્ટ હોસ્પિટલ ખાતે સ્થપાયો હતો. 250 લીટર પર મિનિટ ઓક્સિજન નું હવા માંથી નિર્માણ કરશે. હોસ્પિટલ તેમજ દર્દીઓ માટે આર્શીર્વાદ રૂપ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિયૂટ હાર્ટ ખાતે પાનોલીની એફ.એમ.સી કેમિનોવા દ્વારા 23 લાખના સી.એસ.આર ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. જેનું લોકાર્પણ કંપનીના સી.ઈ.ઓ મનોજ ખન્ના, યોગેશ ત્રિવેદી અને અજય ભારંભે ના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોષી, વસીમ રાજા, હિતેશ પટેલ અને યુનિટ હેડ સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઓક્સિજન પલન્ટ ની કેપેસીટી 10એન.એમ.3/એચ.આર.છે જે અંદાજે 23 લાખના ખર્ચે નિર્માણ કરાયું હતું. જે પ્લાન્ટ 250 લીટર પર ઓક્સિજન હવામાંથી બનાવી શકે છે. જે જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય છે. આ પ્રસંગે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિયૂટ હાર્ટ દ્વારા પાનોલીની એફએમસી કેમિનોવા कंમેનેજમેન્ટનો આભર વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ:શાહનવાઝ મસાણી