Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરી તથા નેટવર્ક ડીજીએમ સુશ્રી વિણાબેન શાહ તેમજ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા

લીડ બેંક સેલ, બેંક ઓફ બરોડા ભરૂચ ધ્વારા સરકારી યોજનાકીય તથા ખાનગી લોન અંગે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે “ધિરાણ સુગમતા કાર્યક્રમ” જિલ્લા કલેક્ટર શ્રી યોગેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં નેટવર્ક ડીજીએમ સુ.શ્રી વિણાબેન શાહ, બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજરશ્રી સચિન વર્મા, ડેપ્યુટી રીજીયોનલ મેનેજરશ્રી ડી.કે.ચૌધરી, એસ.બી.આઈ.ના આસીસ્ટન્ટ મેનેજરશ્રી પ્રવિણકુમાર, બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ સુશ્રી શીતલબેન જાધવ, ડીડીએમ  નાબાર્ડ શ્રી અનંત વરધને,બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ડીઆર એમ શ્રી, વોમેક્સ  શાહ, લીડ બેંક મેનેજરશ્રી જીગ્નેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા, તેમજ જિલ્લાની વિવિધ બેંકોને આપેલ નિર્ધારિત લક્ષ્યાંક મુજબ તા.૧૬ થી તા.૨૬ ઓક્ટોબર સુધીમાં રૂ.૧૨૬.૪૧ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે તથા રૂ.૫૮ કરોડના ધિરાણની ચુકવણી કરવામાં આવી છે. કુલ-૨૧૨૩ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે “ધિરાણ સુગમતા કાર્યક્રમમાં” કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરી તથા બેંક ઓફ બરોડાના ડીજીએમ વિણાબેન શાહ તેમજ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા હતા.

કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ખુલ્લો મુક્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં બેંકીંગ સેવાઓ ગ્રાહકોને વધુ પ્રાપ્ત થાય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લક્ષ્યાંક સિધ્ધ થાય તે રીતના પ્રયાસો કરવા ઉપસ્થિત બેકીંગ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાની વિવિધ બેંકો ધ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે વિવિધ બેંકો ધ્વારા સ્ટોલ ઉભા કરીને સ્પોર્ટ લોન આપવાની તથા યોજનાકીય સમજ આપવા અંગેના સ્ટોલોનું જિલ્લા કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરી તેમજ મહાનુભાવોના હસ્તે રિબીન કાપીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

બેંક ઓફ બરોડાના ડીજીએમ(નેટવર્ક) સુ.શ્રી વિણાબેન શાહે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન સબકા સાથ – સબકા વિકાસ – સબકા વિશ્વાસ – સબકા પ્રયાસ તે દિશામાં બેંક ઓફ બરોડા ધ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ જણાવી બેકીંગ સુવિધા કેવી રીતે ઉપલબ્ધ બની શકે તેનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે બેકીંગ સંસ્થાઓ અને રાજ્યની અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશયના ભાગરૂપે આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર બની રોજગારીનું સર્જન થાય અને લોકોને સરળતાથી ઘર આંગણે ધિરાણ મળે તેવો આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેમ જણાવ્યું હતું. લીડ બેંક મેનેજરશ્રી જીગ્નેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ બેંકોના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

આપની આસપાસ બનતી ઘટના થી માહિતગાર કરવા માટે સંપર્ક કરો. મો..9638380588

bharuchexpress

પાલેજ-નારેશ્વર માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો હાલાકીમાં મુકાવા પામ્યા છે.

bharuchexpress

ભરુચ: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા મહિલા કોગ્રેસ સેવા દલની મિટિંગ મળી, મુખ્ય સંગઠક પ્રગતિબેન આહીરની વિશેષ ઉપસ્થિતિ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़