ભરૂચ સમસ્ત વણકર સમાજ ભરૂચ દ્વારા નવેઠા ખાતે વણકર સમાજના તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહ તથા લગ્નોત્સુક યુવક યુવતીઓનો પરિચય પસંદગી મેળો યોજાયો હતો.
વણકર સમાજના અગ્રણી અને સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ અને પરિચય પસંદગી મેળો યોજાયો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતપટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનની અન કહી વાતો કહી હતી.
ધારાસભ્ય અરુણસિંહ રણાએ વણકર સમાજના પ્રયાસને આવકારી શુભેચ્છાઓ આપી હતી. ભાજપના જિલ્લા પ્રમુખે પણ બાબાસાહેબના કારણે સમાજના વિકાસનો માર્ગ ખુલ્યો હોવાનું જણાવ્યુ હતું. જ્યારે સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે સમાજના યુવાનોને શિક્ષણ મેળવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સફળતા મેળવવા હાકલ કરી હતી.
કાર્યક્રમમાં વણકર સમાજના વિવિધ ઉચ્ચ અભ્યાસ કરનાર અને બોર્ડની પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પરિચય પસંદગી મેળો યોજાતા તેમાં યુવક યુવતીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી