



સુરત થી દેવ ભૂમિ દ્વારકા ખાતે ધ્વજા આરોહણ માટે આહીર સમાજ ના આગેવાનો ફોર વ્હીલ લઇ નીકળ્યા છે 300 ફોર વ્હીલ નો કાફલો અંકલેશ્વર ની યુપીએલ ચોકડી ખાતે આવી પહોંચતા અંકલેશ્વર આહીર સમાજ ના આગેવાનો એ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અંકલેશ્વરનો આહીર સમાજ ના આગેવાનો પણ ધ્વજા આરોહણ કાર્યક્રમ માં જોડાયા હતા. રવિવાર ના રોજ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ નું આયોજન આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરત ખાતે થી દેવભૂમિ દ્વારકા ના રઘુભાઇ હુંબલ સમાજ ના અન્ય આગેવાનો સાથે દેવભૂમિ દ્વારકા ખાતે રવાના થયા હતા ,300 ફોર વ્હીલ ના કાફલા સાથે નીકળેલી યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં હાઇવે પર યુપીએલ ચોકડી પર અંકલેશ્વર આહીર સમાજ ના નાગજીભાઈ લાડુમોર ,સોમદાસ બાપુ ,સાજન આહીર સહિતના આગેવાનો અને ભાજપ ના આગેવાનો એ રઘુભાઇ હુંબલ સહિતના આગેવાનો નું સ્વાગત કર્યું હતું અને અંકલેશ્વર ના આહીર સમાજ ના આગેવાનો પણ 30 જેટલી ફોર વ્હીલર સાથે ધ્વજા આરોહણ માં જોડાય ને દેવભૂમિ દ્વારકા ખાતે રવાના થયા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ