દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થયો છે. જેને લઈ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચમાં પણ જય અંબે સ્કૂલ ખાતે વેક્સિનના 100 કરોડ ડોઝની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા અને ઝડપી રસીકરણ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા કર્મીઓને જય અંબે સ્કુલ ખાતે ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા સ્કૂલના બાળકોની માનવસાંકળ બનાવી આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રૂષભભાઈ સહિત અન્ય આગેવાનો અને સ્કૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ