Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

દેવુ વધતા કર્યુ આ કાંડ! અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 6 લાખ રૂપિયાનું બાયોડિઝલ ભરેલું ચોરાયેલું ટેન્કર, જાણો ક્યાંથી મળ્યું

 

 

 

 

 

 

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી બાયોડીઝલ ભરેલા ટેન્કરની ચોરીમાં પોલીસે ટેન્કર માલિક, તેના સગીર પુત્ર સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. દેવું વધી જતાં અને ટેન્કર જપ્ત થઈ જતા જાતે જ પુત્ર સાથે મળી 22 ઓક્ટોબરે સવારે પોલીસ સ્ટેશનમા મુદ્દામાલ તરીકે રહેલા ટેન્કરની 2 આરીપી પાસે ચોરી કરાવી હતી.
અંકલેશ્વરની હાઇવે ઉપર આવેલી લેન્ડમાર્ક હોટલ પાસેથી 18 ઓકટોબરે LCB એ 6 લાખનું બાયોડિઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ટેન્કર માલિક અને તેના સગીર પુત્રે દેવું વધી જતાં અંકલેશ્વર રૂરલ પોલિસ સ્ટેશનમાંથી 22 ઓક્ટોબરે સવારે ટેન્કર ચોરી જલગાવ મોકલી આપ્યું હતું.
ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કોસંબાના ટેન્કર માલિક અકબર અફસર શેખે દેવું વધી જતાં અને ટેન્કર જપ્ત થઈ જતા પોતાના સગીર પુત્ર સાથે મળી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ટેન્કર ચોરી કરાવી મહારાષ્ટ્રના જલગાવ બાયોડિઝલ ખાલી કરવા મોકલી આપ્યું હતું.
જે પોલીસે જપ્ત કરી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલા કોસંબાના પિતા-પુત્ર, અબ્દુલ વાહીદ કુરેશી, યજ્ઞ લાલ ઉર્ફે ચુનીલાલ વર્મા, નાનુરામ ભીલ, ઝુંબેર યુસુફ શાહ, જનક મગનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.

બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: વરેડિયા ખાતે એન.આર.આઇ. ગૃપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.

bharuchexpress

અંકલેશ્વર ની ખાનગી કંપની માં થયેલ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી

bharuchexpress

પાનોલી પોલીસે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો શોધી બે ઈસમોને ઝડપી પાડ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़