Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર કાર્યક્રમમાં કહ્યું- ‘ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે’

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આજે પણ નર્મદામાં આયોજીત એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણને નબળું ગણાવી વિપક્ષને વગર માગ્યે વિરોધનો મુદ્દો આપી દીધો છે. ગુજરાત સરકાર એક તરફ યુનિવર્સિટીઓના વધેલા આંકડાઓ ગણાવી શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ વસાવાએ રાજ્યના શિક્ષણને નબળું ગણાવતા સરકારના દાવાઓ સવાલોના ઘેરામા આવી ગયા છે.
નર્મદા જિલ્લાના જીતગઢ ખાતે કરજણ સિંચાઈ કેનાલના રિનોવેશન કામના ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર રહેલા ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ઉદાહરણ આપતા સાંસદે કહ્યું હતું કે, IAS-IPSની પરીક્ષાઓમાં જૂજ સંખ્યામાં જ ગુજરાતીઓ પાસ થાય છે. આ સ્થિતિ માટે ગુજરાતના શિક્ષણને જવાબદાર ગણાવ્યું હતું. સાંસદે સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. સાથે કહ્યું કે, હું પણ સરકારનો એક ભાગ છું પણ જે હકીકત છે તે કહેવી પડે.
ગુજરાતમાં જ્યારે પણ વિકાસની વાત આવે ત્યારે ગુજરાતના મંત્રીઓ શિક્ષણક્ષેત્રના વિકાસની વાત કરવાનું ભૂલતા નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વધેલી યુનિવર્સિટીઓની સંખ્યાને લઇ પણ મંત્રી શ્રેય લેવાનું ચૂકતા નથી હોતા. એવામાં મનસુખ વસાવાએ રાજ્યના શિક્ષણને નબળું ગણાવી સરકારના દાવાઓને જ સવાલોના ઘેરામાં લાવી દીધા છે. ત્યારે સવાલ એ થાય કે, રાજ્યના શિક્ષણની મુદ્દે સાંસદ સાચા કે સરકાર?
ભરૂચના સાંસદ મનસુખ વસાવા હાઈકમાન્ડના ઠપકાની ચિંતા કર્યા વગર પોતાની વાત બેબાક રીતે રજૂ કરવા જાણીતા છે. આદિવાસીઓને અસર કરતા મુદ્દાઓ અને પોતાના મતક્ષેત્રના મુદ્દાઓને લઈ વસાવા મૌખિક અને લેખિત રજૂઆત કરતા રહે છે.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ

Related posts

આપની આસપાસ બનતી ઘટના થી માહિતગાર કરવા માટે સંપર્ક કરો. મો..9638380588

bharuchexpress

ભારતના કેમિકલ હબ ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

bharuchexpress

સી ડિવિઝન પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી : ગણતરી ની કલાકો માં લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़