સાબરમતીના ગાંધી આશ્રમના નવીનીકરણના વિરોધ સાથે સેવાગ્રામથી સાબરમતી સુધી નીકળેલી યાત્રા ભરુચ ખાતે આવી પહોંચી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમનું નવીનીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ ચુસ્ત ગાંધીવાદીઓ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેના ભાગરૂપે મહારાષ્ટ્રના સેવાગ્રામથી સાબરમતી સુધી એક યાત્રા કાઢવામાં આવી છે.
આ યાત્રા ભરુચ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા ગાંધીવાદીઓનું માનવું છે કે, ગાંધીજીનું જીવન સાદગીપૂર્ણ વીત્યું હતું અને તેઓની તમામ નિશાનીઓને સાદગીપૂર્ણ જ રાખવી જોઈએ તેને ભભકાદાર ન બનાવવી જોઈએ. વિશ્વ ગાંધીજીની સાદગીના દર્શન કરવા અહી આવે છે, પરંતુ સરકાર તેનું નવીનીકરણ કરી તેને દેખાડા માટે ભાવિ બનાવવા માંગે છે. ઉપરાંત સરકાર ગાંધી આશ્રમ માટે અલગ ટ્રસ્ટ પણ બનાવવા વિચારે છે જે પણ તેઓને માન્ય નથી અને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ