ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિયેશનના ઉપક્રમે ભરૂચ ખાતે રાષ્ટ્રીય હ્યુમન રિસોર્સ કોન્ફરન્સનું આયોજન આજે શુક્રવારેના રોજ કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન જાણીતી આંતરરાષ્ટ્રીય કંપની હયોબેક કલરના મેનેજિંગ ડિરેક્ટર રવિ કપુર કપૂરે કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું કે, કોન્કલેવની થીમ ” રી ઇમેજિંગ એચ. આર ” એ વર્તમાન સમયમાં એક મહત્વનો વિષય છે. તમામ વૈશ્વિક સ્તરની કંપનીઓ આ દિશામાં ગંભીરતાથી વિચારી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જે કંપની પોતાના માણસોને ગુણવત્તા સાથે શ્રેષ્ઠતમ જીવનશૈલી માટેનું વાતાવરણ ઉભું કરી શકે તે કંપનીઓનું ભવિષ્ય લાંબા ગાળાનું હોય છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જમશેદપુર એક્સ. એલ.આર. આઈના પ્રોફેસર પ્રદીપકુમાર પાધીએ જણાવ્યું કે, હ્યુમન રિસોર્સિસ વિભાગ સાથે સંકળાયેલા તમામ લોકો કંપનીમાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી નવી બદલાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિઓના સંદર્ભમાં ” રી ઇમેજિંગ એચ. આર ” એ મહત્વનું બની જાય છે. સ્વીડનથી જાણીતી પર્સ્ટરોપ ગ્રુપના ડાયરેક્ટરે માઈકેલ ગેલીને જણાવ્યું કે, ટેકનોલોજીએ માનવ દ્વારા સંચાલિત હોય છે અને તેથી હ્યુમન રિસોર્સનું મહત્વ અનેક ગણું છે. કંપનીઓએ શ્રેષ્ઠ ગુણવત્તાની તાલીમ થકી શ્રેષ્ઠ કર્મચારીઓ ઉભા કરવા જોઈએ તેમને પ્રગતિની તક આપવી જોઈએ અને સ્વૈચ્છિક નિર્ણય લઈ શકે તે માટે તૈયાર કરવા જોઈએ.
બી.ડી.એમ.એ પ્રમુખ હરીશ જોષીએ જણાવ્યું કે, ઉદ્યોગ જગતના પ્રોફેશનલ્સને સતત ઉર્જાવાન રાખી, દેશ વિદેશના અનેક વિદ્વાનોને બોલાવી તેમના જ્ઞાનનો લાભ અહીંના લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન બીડીએમએ છેલ્લા 34 વર્ષથી કરી રહી છે. આ અંતર્ગત 12 જેટલા વિવિધ ફોરમ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
એચ.આર ફોરમના ચેરમેન સુનિલ ભટ્ટે જણાવ્યું કે, ભરૂચ જિલ્લો ઉદ્યોગિક રીતે અગ્રેસર છે અને તેમાં આ કોન્કલેવમાં પસંદ કરવામાં આવેલા વિષયો ખૂબ શ્રેષ્ઠ માર્ગદર્શન આપશે. એચ. આર ફોરમ સતત 58 મી મીટ કરી રહી છે. જે એક મોટી સિદ્ધિ છે.
કોન્કલેવ ચેરમેન અને ગ્રાસીમના વાઇસ પ્રેસિડેન્ટ સુબોધ ગૌતમે જણાવ્યું કે, કોન્કલેવમાં પસંદ કરવામાં આવેલા વિષયો ડાયવર્સિટી ઈન્ક્યુલેશન રામ ટેબલ કોચિંગ અને લેબર કોર્ટ જેવા મહત્વના વિષયો ઉપર ભારતના વિવિધ વિસ્તારમાંથી શ્રેષ્ઠ વક્તાઓ જેવા કે, એક્સ એલ. આર. આઈ જમશેદપુરના પ્રોફેસર પી. કે. પાધી, માઇક્રોસાઈનના સીઇઓ નિશિથ મહેતા, અવતાર ગ્રુપ બેંગ્લોરના ચીફ સ્ટ્રેટજિસ્ટ કાનન હરિહરન, આઈ. આઈ. એમ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલ ઐયર, આઈ. એમ.ટી નાગપુરના હેડ કોર્પોરેટ રિલેશન્સ વિદ્યા શ્રીનિવાસ, ટેરાપે, બેંગ્લોરના ગ્લોબલ ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વિનય ત્રિવેદી વગેરેએ વર્તમાન સમયની માંગ અને પરિવર્તનોને અનુરૂપ વિષયોની વિસ્તૃત છણાવટ કરી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ