



બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્ત્વો દ્વારા હિન્દુઓ પર થતા હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ગુરુવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં જણાવ્યા મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જેહાદી કટ્ટરવાદી તત્ત્વો દ્વારા થતા હુમલા, મંદિરોમાં થતી તોડફોડ, હિન્દુઓની મિલકતો પર થતા હુમલાઓ અટકવાનું નામ નથી લેતા.બાંગ્લાદેશમાં હિન્દુઓ પોતાને સુરક્ષિત નથી માની રહ્યા, બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વોથી હિન્દુ પરિવારો દુઃખી અને આક્રોશિત છે.
ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ સેજલ દેસાઇ તેમજ રાજ્ય બજરંગ દળના ભરૂચ જિલ્લા પ્રમુખ જશવંત ગોહિલ તેમજ કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્ત્વો દ્વારા હિન્દુઓ પર થતા હુમલા અને હિંસાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની રક્ષા માટે સેના મોકલવાની માંગ કરવામાં આવી છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ