Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

આદિવાસી બાળકો માટે નેત્રંગની એકલવ્ય મોડેલ સ્કૂલ આશિર્વાદરૂપ

રાજ્યના દરેક બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ શરૂ કરાઈ છે. તો આવી જ એક શાળા નેત્રંગમાં આવેલ છે. આ શાળા આદિવાસી વિસ્તારના બાળકો માટે આશિર્વાદરૂપ બની છે. ગુજરાત રાજ્યનોએ વિસ્તાર જ્યાં અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત છે. એક એવો વિસ્તાર જે વાઈબ્રંટ ગુજરાતમાં હજી પણ પછાત વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તાર છે ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો. પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન પઢેગા ઈંડિયા તભીતો બઢેગા ઈંડિયાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર મક્કમ જોવા મળી રહી છે.
નેત્રંગમાં સંવેદનશીલ ગુજરાત સરકાર દ્રારા એકલવ્ય મોડેલ સ્કૂલની સ્થાપના કરતાં આસપાસના ગામડાના ગરીબ પરિવારોના બાળકોને વિનામુલ્યે ઉચ્ચકક્ષાનું શિક્ષણ સાથે રહેવા, જમવા અને યુનિફોર્મ સહિતની તમામ સગવડો વિના મૂલ્યે મળતા રાજ્યના આદિવાસી ખેડૂત અને ખેતમજુર પરિવારો પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ પહેલથી ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.ધોરણ ૫ બાદ રાજ્યના ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા લેવાનાર પ્રવેશ પરીક્ષા પાસ કરીને શાળામાં પ્રવેશ મેળવતા વિધાર્થીઑને તમામ સગવડો વિના મૂલ્યે પ્રાપ્ત થઈ રહી છે.
હાલ નેત્રંગ ખાતે 6 થી ધોરણના વિધ્યાર્થીઑને અધ્યતન સુવિધા સાથે રમત ગમત ક્ષેત્રે પણ તાલીમ આપવામાં આવી રહી છે. અહીં પ્રવેશ મેળવનાર વિધાર્થીઑ માટે તમામ સગવડો અહી ઉપલબ્ધ છે. તો સાથે જ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપાઇ રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ સરકારની આ મદદથી ખુશ છે અને કહી રહ્યા છે કે તેમને ભણતર સાથે રમત ગમતમાં પણ ભાગ લેવા મળી રહ્યો છે.

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ

Related posts

ભરૂચ: વરેડિયા ખાતે એન.આર.આઇ. ગૃપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.

bharuchexpress

આમોદ: આછોદ ગામના નવનિયુક્ત સરપંચે પંચાયત કચેરી ખાતે આજરોજ પંચાયતનો ચાર્જ સંભાળ્યો

bharuchexpress

કોમી એક્તાનું પ્રતીક:ભરૂચ ભીડભંજન હનુમાન મંદિરે 485 વર્ષથી યોજાતો કોઠા-પાપડીનો મેળો યોજયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़