Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ ખાતે નગરપાલિકાના વોર્ડ નંબરઃ ૩,૪ અને ૮ માટેનો “સેવા-સેતૂ” કાર્યક્રમ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નગરપાલિકાના વોર્ડ નંબરઃ ૩,૪ અને ૮ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી સંજયભાઇ સોની ઉપસ્થિત રહયા હતા.

સેવા સેતુ કાર્યક્રમનું દિપ પ્રગટાવી ખુલ્લો મુકયા બાદ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ મળી રહે, લોકોને અકારણ જિલ્લા-તાલુકાના ધક્કા ન થાય તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સાતમા તબકકાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૬ જેટલી સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજય સરકાર ધ્વારા છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કટિબધ્ધ હોવાનું જણાવી નગરજનોને સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉધબોધનમાં સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા દરેક નગરજનોને આહવાન કર્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સંજયભાઇ સોનીએ સ્વાગત પ્રવચન કરી સાતમા તબકકાના સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપી હતી.આ વેળાએ
સેવાસેતુ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના અંતર્ગત એક એક લાખના ચેક સાત  સખી મંડળને એનાયત કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા દ્વારા યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં નગરપાલિકા વોર્ડ નંબરઃ ૩,૪,૮ ના સભ્યોશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીગણ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ સહિત આગેવાન પદાધિકારી-અધિકારીઓએ વિવિધ વિભાગોના ઉભા કરાયેલા સ્ટોલની પણ મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ

 

Related posts

પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છેઃ -: નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ

bharuchexpress

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

bharuchexpress

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની મળેલી બેઠક

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़