યુપીએલ કંપની દ્વારા સ્વસ્થ સેતુ કાર્યક્રમ હેઠળ આજરોજ કડોદરા ખાતે સુંદર રીતે આયોજન કરવામાં આવેલ જેમાં ગામ વિકાસ તેમજ બાળકો ના આરોગ્ય પરિબળ ને પાયા તરીકે જોવા બદલ ગામ આગેવાનો દ્વારા યુ.પી.એલ કંપની ના આઈ. આર હેડ મેજર વિપિન રાણા નો આભાર માનવામાં આવેલ. વિશેષ માં યુ.પી,એલ કંપની ના શ્રી દિક્ષીતગીરી ગોસ્વામી દ્વારા કાર્યક્રમ ની શરૂઆત માં બાળકો સાથે ગમ્મત સભર ચર્ચા કરી આરોગ્ય માટે બાલ્ય આવસ્થા માં ખોરાક , કસરત અને આરોગ્ય ની સમજણ એક સારા શારીરિક જીવન શરૂઆત કરે છે તેમ જણાવેલ . આ પ્રસંગ માં ગામ સરપંચ , તલાટી.ગામ આગેવાન, તેમજ યુપીએલ કંપની ડોક્ટર સમ્રાટ સિંહ, ચારણ ભાઈ , અંચના બેન , સી.એસ.આર વિભાગના રમેશ ડાભી અને હિરેન ડવરા દ્વારા ભાગ લીધેલ. વિશેષ માં આ કાર્યક્રમ થી કડોદરા , પાનિયાદાર, પાદરીયા તેમજ અન્ય ગામ ની શાળા માં ભણતા ૧૩૦૦ જેટલી સંખ્યા ના વિધાર્થીઓ ની શારીરિક તાપસ કેમ્પ ના આયોજન થી બાળકો ના સ્વસ્થ ની સમસ્યા અંગે આગોતરી જાણકારી દ્વારા સ્વસ્થ ભારત કાર્યક્રમ ની પ્રોત્સહન મળશે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ