31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ભારત સરકારે શ્રીએ જાહેર કરેલ છે અને ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયેલ છે આ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી થકી દેશના નાગરિકોને ઉજાગર કરવા તે બંને હેતુઓ સિદ્ધ કરવા સારું સમગ્ર દેશમાંથી કુલ 10 અલગ-અલગ પ્રકારની રેલીઓ જેમાં મોટર સાયકલ રેલી સાયકલ રેલી અને કારરેલી દેશના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાઓ માંથી પ્રસ્થાન થઈ અલગ-અલગ રાજ્યોમાંથી પસાર થઈ નાગરિકોને આઝાદીકા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ નો સંદેશો આપી અલગ-અલગ રૂટ પરથી આ તમામ રેલીઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પર એકત્ર થશે
ઉપરોક્ત રેલીઓ પૈકી ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે આ રેલી કચ્છ જિલ્લાના લખપત સ્થળેથી ગઈ તારીખ 19 10 2021 ના રોજ થયેલ છે ઉત્તરોતર પશ્ચિમ કરછથી પૂર્વ કચ્છ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા નડિયાદ આણંદ વડોદરા વડોદરા ગ્રામ્ય ભરૂચ-અંકલેશ્વર કામરેજ બારડોલી અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આ રેલી ની પૂર્ણાહુતિ થઈ 31 ઓક્ટોબર 2021 ના રાષ્ટ્રીય એકતા દિવસ ના ઉત્સવ માં રૂપાંતરિત થશે
કચ્છ થી નીકળી આ મોટરસાયકલ રેલી તારીખ 25 10 2021 ના રોજ ભરૂચ જિલ્લામાં કલાક 11 વાગ્યે પ્રવેશ કરશે મોટરસાયકલ રેલીના પ્રવેશની સાથે સાથે આ રેલીનું ઉમળકાભેર વિવિધ સ્થળોએ સ્કૂલો કોલેજ અને સંસ્થાઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે જેમાં ઝાડેશ્વર સાંઈ મંદિર ચાર રસ્તા પર ઉન્નતી સ્કૂલ કસક સર્કલ પર પોલીટેકનીકલ કોલેજ નર્મદામૈયા બ્રિજ નીચે એસ વી એમ સ્કુલ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત કચેરી સામે જિલ્લા પંચાયત દ્વારા તેમજ એનસીસીના બાળકોથી પણ સ્વાગત થશે
ત્યારબાદ રેલી ના જવાનો નું ભોજન સમારંભ બાદ ભરૂચ ટાઉન ના પંડિત ઓમકારનાથ ટાઉનહોલમાં ભરૂચ ના ધારાસભ્ય શ્રી અને નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકારના શ્રી દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં વેલકમ ઈવેન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ દિપક પ્રાગટ્ય થી શુભ આરંભ થનાર છે
ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ આ મોટરસાઇકલ રેલીને મુખ્ય મહેમાન દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને આગળના ગંતવ્ય સ્થાન તરફ પ્રસ્થાન કરાવવામાં આવશે જેમાં જિલ્લાના કલેકટર શ્રી પોલીસ અધિક્ષકશ્રી ધારાસભ્યશ્રી અરૂણસિંહ રાણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા તેમજ અન્ય પદાધિકારીશ્રી અધિકારી શ્રી વિગેરે મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાનાર છે
ભરૂચ થી પ્રસ્થાન થયા બાદ આ મોટર સાયકલ રેલી અંકલેશ્વર સિટી ના વિવિધ સ્થળોએ આગમન થઇ જીન વાલા સ્કૂલ કમ્પાઉન્ડ ખાતે રેલીના જવાનોનું ઉમળકાભેર ફ્લોરલ વેલકમ મુખ્ય મહેમાન શ્રી ઈશ્વર સિંહ પટેલ ની ઉપસ્થિતિમાં તથા શહેરના અન્ય અધિકારી શ્રી પદાધિકારીશ્રી ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાનાર છે
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ