નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોક સર્કિટ થતાં થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતાં ખેડુતને આર્થિક નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. કંબોડીયા ગામના ખેડુત કનુ પટેલ પોતાની ત્રણ એકર જમીનમાં શેરડીના પાકનું રોપાણ કર્યુ હતું. દિવાળી બાદ થોડાં જ સમયમાં શેરડી કટીંગ થવાની હતી. આ ખેડૂતના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન પસાર થાય છે. એકાએક વીજલાઇનમાં શોક સર્કિટ થવાથી આગ ઉભી શેરડીમાં પડતા શેરડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની જાણ થતા ગામલોકો એ જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આર્થિક નુકસાન થયાં ખેડૂતે વળતરની માંગણી કરી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ