Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

પાલિકાએ શાળાને સીલ માર્યું: છાત્રોએ વૃક્ષ નીચે પરીક્ષા આપી

નર્મદા જિલ્લામાં હાલમાં પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજપીપળાની સરકારી શાળામાં બાળકો ને ઝાડ નીચે બેસીને પરીક્ષા આપવાનો વારો આવ્યો છે. શાળા બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. ત્યારે નિર્દોષ વિદ્યાર્થીને કોના પાપની સજા મળી રહી છે. જિલ્લા કલેક્ટર કે શિક્ષણાધિકારી સુરત RCM ને જાણ કરી સ્કૂલો તાત્કાલિક ખોલાવે એવી વાલીઓ અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. કોરોના બાદ સરકાર દ્વારા શાળાઓ ખુલ્લી કરવાની જાહેરાત કરતા બાળકો માં ખુશી છવાઈ અને સમગ્ર ગુજરાતમાં 6 થી 12 ધોરણ ની સ્કૂલો નિયમિત ચાલુ થઈ શિક્ષણ પણ ચાલુ થયું પરંતુ રાજપીપલા માં શાળાઓમાં ફાયર સેફટીને લઈને ત્રણ સ્કૂલો ને તાળા મારી દીધા જેમાં સૌથી મોટી સરકારી હાઈસ્કૂલ જેમાં 410 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. સ્કૂલ ને તાળા વાગી જતા બળકોને ઝાડનીચે બેસાડવામાં વારો આવ્યો છે. અને બીજા વિદ્યાર્થી વિવિધ જગ્યાઓ પર ભણવાનો વારો આવ્યો છે. ત્યારે શાળાના આચાર્ય પરીક્ષા પૂરતી વર્ગો ખુલ્લા કરે તો પરીક્ષા શાંતિ થી લઈ શકાય. આ બાબતે સરકારી સ્કૂલ રાજપીપલા ના આચાર્ય સી.એમ. નાયિક જણાવ્યું હતું કે ફાયર સેફટીના સાધનો છે. પણ આધુનિક નથી જે માટે સરકારની ગ્રાન્ટ માટે કાર્યવાહી કરી છે અને ફાયર સેફટી ની NOC ની પણ કાર્યવાહી કરી છે. હાલ ત્રણ જગ્યા એ વિદ્યાર્થીઓને બેસાડી ને શિક્ષણ કાર્ય ચાલુ છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને મુશ્કેલી પડી રહી છે.

બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી ભરૂચ

 

Related posts

ભરુચ જીલ્લા ના તમામ તાલુકા મંડલ એ એકજુથ થઇ ને કાળી પટ્ટી ઘારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

bharuchexpress

નેત્રંગ-વાલિયાની 76 મંડળીને 38 લાખ દૂધનો ભાવફેર મળ્યો

bharuchexpress

આમોદ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક દ્વારા અચોક્કસ મુદતની હડતાળ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़