Bharuch Express
ब्रेकिंग न्यूज़
ભરૂચ શહેર

ભરૂચના એક સાલ ગામ નજીક બસ ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, એકનું મોત

ભરૂચમાં એક સાલ ગામ નજીક અજંતા ફાર્મા કંપની નજીકના બસ સ્ટેન્ડ પાસે બાઈક ચાલકને બસ ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત સર્જાતા રાહદરીઓએ 108ની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા. આજે ગુરૂવારે સવારના સમયે ભરૂચથી દહેજ તરફના એક સાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહીતી અનુસાર બસ ચલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. તે સમયે ગંભીર રીતે જમીન પર પટકાતા બાઈક સવાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય એકને માથા અને હાથ પગ સહીત અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી , ભરૂચ

Related posts

આંતરરાષ્ટ્રીય ઓનલાઈન પ્રદર્શનમાં સુવર્ણ ચંદ્રક એનાયત

bharuchexpress

ભારતના કેમિકલ હબ ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

bharuchexpress

ઉનાળાની ૩૭ ડિગ્રીના તાપમાનમાં સાંસદ મનસુખ વસાવા બેઠા ઠંડા પાણીમાં

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़